"આંગણા ની ચકલી"-શ્યામ સગર (નાચીઝ)
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦
જેણે ચૂસ્યા તા સ્લેટ ના રે પાણી
જે પોઢે ચી-ચી ની કરતી સંતવાણી
જે મારા બાળગીત વાર્તા ને ખેલકુદ માં
"ઉડે ફુરર"થઈ ઉડતી સમાણી
શુ, ખૂટયા ચણ, કે ખૂટયા કુંડે પાણી?
મારા આંગણા ની ચકલી ક્યાં ખોવાણી
પાડોશ ના ઝાડ, જેની ડાડ એનું ઘર
તે જગા એ આજ રોડ ને મકાન છે
પેહલા કલરવ હતો હવે કોહરામ છે
આ ભૂલ છે, એનુંએ ક્યાં ભાન છે
આમપણ
કોન્ક્રીટ ના જંગલ માં ક્યાં એને રસ છે
એનેતો બાવળ નો આશરો એ બસ છે
જ્યાં હશે ત્યાં એ ગુંજન કરવાની
છે આપણે જરૂરત ડરવાની
કે કેમ, ખૂટયા ચણ, ને ખૂટયા કુંડે પાણી?
મારા આંગણા ની ચકલી ક્યાં ખોવાણી?
-શ્યામ સગર(નાચીઝ)
Dharavi of Sparrows🐦🐦🐦 ( ચકલીઓ નું ધારાવી)
કચ્છ માં ભૂજ પાસે શેખપીર ની દરગાહ છે. ત્યાં એક બાવળ ના ઝાડ પર 30,000-40,000 ચકલીઓ રહે છે(કદાચ વધારે) . આપણા આંગણા માં હવે મુશ્કિલ થી દેખાતી ચકલી એક બાવળ ના વૃક્ષ પર આટલી ભારી સંખ્યા માં? અચરજ, અચુમ્બોને કુદરત નો કમાલ. એક કવિતા આ ચકલી ના સંદર્ભ માં.
No comments:
Post a Comment