Thursday, 27 September 2018

એકાંત

એકાંત.
         એકાંત બહુજ ડારાવનું છે. જોત જોતા માં તમારામાં છૂપાયેલા રાવણ ની લંકા ઉભી કરી નાખે છે. એ રાવણ કે જેના દસ માથા છે ને હરેક માથા માં હજારો -લાખો રાક્ષસી વિચાર. એકાંત માં તમારા હરેક રાક્ષસી વિચાર સોના ની દિવારો  થઈ ને ચણાઈ જાય છે અને સોના ની ચમકથી તમે અંજાઈ જાઓ છો. સાચા ખોટા નો ખ્યાલ રહેતો નથી. બસ તમારા દિમાગ પર હાવી રહે છે તો સોનેરી કુવિચારો ની માયા.
              આ સોના ના મહેલો જોવા થી તો ખુબજ સુંદર લાગે છે પણ રહેવા થી ને અનુભવવા થી એટલાજ ડરાવના. જો આ મહેલો માં તને ભાડુઆતિ તરીકે રહો તો ઠીક છે નહીંતર જો એને પોતાનું ઘર માની લીધું તો તમારો રાવણ દહન નિશ્ચિત છે, નિશ્ચિત છે.

No comments:

Post a Comment