Monday, 25 August 2014

"સપનુ"- by શ્યામ સગર



" સપનુ"    



ઉમ્મિદ નુ પારેવુ મન ના માળા મા એક સોનેરી 
"સપનુ" જની ગયુ....


પેદાયશી આકાશી સપના નો જીવ
એના મન માં તો 
આભ જ વસી ગયુ
  

કઇં કરી-ગુજરવા ની ચાહત ના કણ કણ થી 
રોમ રોમ એનુ રચાયુ છે..


તર્કને-વિતર્ક,  કેમ?,  જો-તો,  ને પણ- વણ નુ 
કોચલુ તોડી એ જગ મા આવ્યુ છે


  કુણુ તે મન રે એનુ કુણુ જીસમ
  તે છતા એને ઉડવા ની ખેવ છે... 


હું પડુ ભલે પટકાઉ, છતાંય પાઁખ ફફડાવુ
એવી જીદ નઇ પણ સપના ની ટેવ છે....    

   
નાદાન સપનુ, એ કયા જાણે છે જગ મા
રોજ  કેટલાંય સપના કચડાય છે..


  સપના થયા કે પછી કન્યા થયા?? જે એની ભૃણ માં  હત્યા કરાય  છે??


આ સૌથી પર, હોસલા થી તરબર
સપનુ આ એવી પાઁખ વીંજી જાશે.... 
                       
 
ઉડવાની ઈચ્છા ના ઈંધણ ની અગ્નિ લઇ
આભ નું 
વિમાન રે થઇ જાશે...
        

આ સપનુ, આભ નું વિમાન રે થઇ જાશે...
    



- શ્યામ સગર (નાચિઝ)




4 comments: