મનોમંથન મારૂ મનોરૂદન
આવેશો સાથે ગઠબંધન
વ્યક્ત ના થાતુ ભાષાઓ મા
શબ્દો સાથે નથી સબંધ
મનોમંથન....
આવેશો ની હારમાળા
દોડે અંતરમન પગપાડા
કુચ ને તેના ધબધબાટથી
અનુભવુુ છુ ગુંગડામણ
મનોમંથન......
મન ની વાતો મન ને મનમા
રહેતી અથડાતી ગુંટાતી
શોર,રુદન ને આકરંદની
કબર બનાવી દફન એ થાતી
અભિવ્યક્તિ ના અભાવ મા
જે થાપણ છે, થઈ નિંદામણ
મનોમંથન.....
મનોમંથન મારૂ મનોરૂદન
આવેશો સાથે ગઠબંધન
વ્યક્ત ના થાતુ ભાષાઓ મા
શબ્દો સાથે નથી સબંધ
-શ્યામ સગર (નાચિઝ)
Last breath
સૌ કાતિલ છે. સૌ મન મારી જીવે છે.