ક્ષણ
સમય ના વહેણ થી ઍક ક્ષણ નુ સ્મરણ થયુ
મુજ મા અદ્રવ્ય થાતી, લાગણી નુ દ્રાવણ થયુ
હડવુ હતુ સ્મિત મારૂ ખરુ પણ,
ખુશ અનહદ હતો ને ક્ષણ ઍનુ કારણ થયુ
ક્ષણ બુંદ હતી યાદ ની વાદળી ની
ને પછિ યાદ ની વર્ષા નુ પર્દાપર્ણ થયુ
તરસ ના હતી મને ના ભૂખ્યો હતો હુ
છ્તા યાદો સૌ ભોગવુ ઍવુ મન થયુ
સમય ના વહેણ થી ઍક ક્ષણ નુ સ્મરણ થયુ
મુજ મા અદ્રવ્ય થાતી, લાગણી નુ દ્રાવણ થયુ
: By શ્યામ સગર (નાચિઝ)
