Saturday, 6 April 2013

શબ્દો ની રમત - by શ્યામ સગર (નાચિઝ)

 બ્દો ની રમત

  એક સફર માં નીકળ્યો હતો; "સાહિત્યના". રસ્તે કેટલાક શબ્દો મળ્યા. જન્મ્યો ત્યારે કોઈ સંબંધ ના હતો અમારા વચ્ચે. હું તેમના થી અને તે મારા થી બિલકુલ અજાણ, અપરિચિત. મને ક્યાં ખબર હતીકે સફર માં શબ્દો નો સહારો હશે.

           
શબ્દો સાથે મારો પરિચય અક્ષરો કરાવ્યો. ૨૬ અક્ષરો. પાટી પર ઘુટી ઘુટી ને મેં એક એક ને પારખી લીધા. અક્ષરો આગળ પાછળ  કતાર બંધ ગોઠવાતા જાય અને શબ્દો રચાતા જાય. સરળ અને સહજ, પણ અલ્પાર્થ.કાન્હા, માત્રા, અલ્પવિરામ, પૂર્ણવિરામ ની સંગત  મળી અને શબ્દો ને શૃંગાર સજ્યો આભૂષણો ને શૃંગાર થી અક્ષરો સજી ઉઠ્યા. તેમને નવો મતલબ મળતો,નવા ઉચ્ચાર મળ્યા .   
                      શૃંગારિત તો થયા પણ શબ્દોઍ સરડ્તા ગુમાવી. શબ્દો વધુ ને વધુ ગૂઢ અને રહસ્યમય બનતા ગયા. ઍક શબ્દ અને અર્થ અનેક. જેને જે અર્થ સમજાયો ઍને અર્થ રાખ્યો. શબ્દો રંગ બદલે છે શાયદ. નહિતર જે ભાવ થી મે તેને રંગ્યા હતા રંગ, કોઈ ને શા ના દેખાયો? કદાચ પરિવર્તીત થતા હશે ભાવર્થ; માધ્યમ થી, મતિ થી, મન થી. ઍટલેજ જે મે કહ્યુ તમે સમજ્યા નથી, જે તમે સમજ્યા તે મે કહ્યુ નથી, મારા કહેવાનો મતલબ અને તમારા સમજવાનો મતલબ બીલકુલઅલગ છે.
        ઉફ્ફ દેખ્યુ, શબ્દો ઘૂચવી રહ્યા છે, હજીપણ. જે હૂ કહેવા માંઘુ છુ કહિ નથી શકતો. પણ તમે સમજી જાઓ છો જે તમારે સમજવુ છે.

           ખરેખર શબ્દો રમી રહ્યા છે. શબ્દો રમી રહ્યા છે.....

લાસ્ટ બ્રીથ
: જો ભી મેં કેહના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે.... : ડૉ. ઈર્શાદ કામિલ  

                                                          To be continued....